Gujarat

સુત્રાપાડા તાલુકાના બરૂલા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ ઉજવાયો 

સુત્રાપાડા તાલુકાની શ્રી બરૂલા પ્રા.શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં  ચીફ ઓફિસર સુત્રાપાડા પરાક્રમસિંહ મકવાણા  તેમજ  સી.આર.સી. ગૌરવભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં આંગણવાડી તેમજ બાલવાટિકામાં બાળકોને પ્રવેશ આપવામાં આવેલ. તેમજ બરૂલા પ્રા.શાળા ના ધો.1 થી 8 સુધી પ્રથમ નંબર મેળવેલ બાળકો ને તેમજ વિવિધ પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ બાળકોને શૈક્ષણિક કીટ મહેમાનોના હસ્તે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ પ્રસંગે એસ.એમ.સી.અધ્યક્ષ તેમજ ગામના વાલીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડેલ.તેમજ સરકારશ્રી તરફથી આ વર્ષે અપાયેલ નવા સાહિત્યનો પરિચય સુત્રાપાડા  બીઆરપી રમેશભાઈ વાળા દ્વારા આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બાળકો તેમજ વાલીઓને તેમજ મહેમાનો ને શાળાના આચાર્યશ્રી ભીખુભાઈ તરફથી સ્નેહ ભોજન કરાવવામાં આવ્યું હતું