Gujarat

છોટાઉદેપર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશય થતા અનોખો વિરોધ

છોટાઉદેપર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશય થતા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.બ્રિજ ધરાશય થતા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજનું બારમું તેરમું કરી વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશય થતા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. બ્રિજ ધરાશય થતા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજનું બારમું તેરમું કરી વિરોધ નોંધાવ્યો હતો. 13 દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા બ્રિજ ઘરાશય થયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજના ફોટા પર ફૂલહાર ચઢાવી   વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભજન ગાયને અને રામ ધૂન ગાયને વિરોધ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાની ઉપસ્થિતમાં સમગ્ર કાર્યક્રમ થયો હતો.
ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું. કે સિહોદ પાસે ભારજ નદી ઉપર આવેલ બ્રિજ તૂટ્યો હતો. એ મામલે અમે લોકો ભેગા થયા હતા. અને 13 દિવસ જેટલો સમય થયો છે. એનું અમે 13મુ મનાવા આવ્યા છે. જે બ્રિજ હતો એને ઘણા લોકોને રોજગારી આપી છે. રોજ અવર જવર માટે મુખ્ય રસ્તો હતો. અને હવે એ બંધ થઈ ગયું છે. અને લોકો હવે રેલવે બ્રિજ ઉપરથી જાય છે.અને એ પણ જોખમ છે.
 
અને કોઈને કઇ થશે તો જવાબદારી કોણ લેશે?  સરકાર અને સત્તા પર જે લોકો બેઠા છે. એમને હમે રજુઆત કરીએ છે કે વહેલામાં વહેલી તકે આ બ્રિજને મજુર કરવામાં આવે અને પેહલા લોકો માટે ડાયવર્ઝન બનાવે લોકોને પડતી મુશ્કેલી દૂર થાય તેવી માંગ છે. ડાયવર્ઝન બનાવ્યું હતું એમાં ખાલી ખર્ચ કર્યો છે. અને ખાલી કાગળ ઉપર બતાવી દીઘું છે. અને ખાલી બિલ બનાવી દીઘું છે. અને એની ચોક્કસ તપાસ થવી જોઈએ એવી પણ માંગ છે. અમને લાગણી છે. તેના માટે અમે આજે આ કાર્યક્રમ કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર