છોટાઉદેપુર નગરમાં આવેલ નવાપુરા ખાતે નવાપુરા ચોખંડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 50 વર્ષથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ નવાપુરા ચોખંડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાના નાઓની સ્થાપના કરવામાં આવી હતી.

સ્થાપનાના દિવસે છોટાઉદેપુર લોકસભાના જશુભાઈ રાઠવા તેઓના પરિવાર સાથે ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી. અને છેલ્લા 50 વર્ષથી નવાપુરા ચોખંડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. નવાપુરા ખાતે દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એમ સ્થાનિક આગેવાન અને યુવા નેતા વંદનભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

