સ્પેશ્યલ પી.પી. ચંદ્રેશ મહેતાની ધારદાર દલીલોના આધારે અમરેલીમાં ગૌમાંસ સાથે પકડાયેલ આરોપીને દસ વર્ષની સજા
સેશન્સ જજ રીઝવાનાબેન બુખારી સાહેબનો સીમાચિન્હરૂપ ચુકાદો.
બનાવની હકીકત એવી છે કે, તારીખ: ૧૫-૦૩-૨૦૨૦ના રોજ પોલીસને બાતમી મળેલ કે જૂના ગિરિયામાં રહેતા ઝાકીર હુસેન અહેમદ હુસેન સૈયદ પોતાના મકાને પશુનુ કતલ કરી માંસનું વેચાણ કરે છે તે બાતમીને આધારે પોલીસ દ્રારા આરોપીના ઘરે રેડ કરવામાં આવેલી અને ત્યાંથી આરોપી જાકીર હુસેન અહેમદ હુસેન સૈયદ ૨૫ કિલો ગૌમાંસ તથા મુદ્દામાલ સાથે મળી આવેલ હોય અને તપાસ કરનાર કૌશિકભાઈ બેરા, પોલીસ કોન્સ્ટેબલએ ઝીણવટભરી તપાસ કરી ચાર્જશીટ દાખલ કરેલ. ત્યારબાદ આ કેસ અમરેલીના સેશન્સ જજ રીઝવાનાબેન બુખારી સાહેબની કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યલ પી.પી. ચંદ્રેશ બી મહેતાની ધારદાર દલીલોના આધારે નામદાર સેશન્સ કોર્ટે આરોપીને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫ માં દસ વર્ષની સજા તથા એક લાખનો દંડ અને દંડ ના ભરે તો એક વર્ષની સાદી કેસ તથા કલમ-૬(ખ) માં દસ વર્ષની સજા અને એક લાખનો દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી સજા તથા આઈપીસી કલમ ૨૯૫માં બે વર્ષની કેદ તથા ૨૦૦૦ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો બે માસની સજા તથા આઈપીસી કલમ ૪૨૯માં ત્રણ વર્ષની કેદ તથા ૩૦૦૦ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો ત્રણ માસની સાદી સજા તથા જીપી એકટ માં એક માસની સજા તથા પશુ ક્રુરતા અધિનિયમની કલમ ૧૧(એ) (એલ)માં ૫૦ રૂપિયા દંડનો હુકમ કરવામાં આવેલ. આ ચુકાદો આવતા જ સમગ્ર ગુજરાતના ગૌ પ્રેમી તથા જીવ દયા પ્રેમીમાં હર્ષની લાગણી છવાયેલ છે.
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


