. છોટાઉદેપુર જિલ્લાના કલેકટર અનિલ ધામેલીયાની સાદગી સામે આવી છે. જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા જેવો છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાં ખુદ જઈને લોકોની રજૂઆતો સાંભળતા હોય છે. ત્યારે એક આઈએસ કક્ષાના અધિકારી જેઓ લોકો પાસે જઈને લોકોની રજૂઆત સાંભળતા હોય ત્યારે કલેકટર અનિલ ધામેલીયા સામાન્ય વ્યક્તિની જેમ લોકો પાસે જઈને લોકોની જેમ નીચે બેસીને લોકોની રજૂઆત સાંભળતા હોય છે.

જ્યારે આઈએસ કક્ષાના અધિકારી અનિલ ધામેલીયા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાં અચાનક મુલાકાત લેતા હોય છે. જ્યાં તેઓ પ્રાથમિક શાળા, સરકારી સસ્તા અનાજની દુકાન, સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની તેઓ મુલાકાત લઈને ચકાસણી કરતા હોય છે. સાથો સાથ જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા લોકો પાસે પણ જતા હોય છે. જિલ્લા કલેકટરની એક તસવીર સામે આવતા લોકોમાં પણ એક ખુશી જોવા મળી છે. છોટાઉદેપુરના જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા એક ગામમાં પહોંચ્યા હતા. જ્યાં સામાન્ય વ્યક્તિની જેમ સંબંધિત વિભાગના અધિકારીઓને સાથે નીચે બેસીને લોકોની રજૂઆત સાંભળી હતી. જોકે એક આઈએસ કક્ષાના અધિકારી જે ગામમાં જાય ત્યાં તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને કલેક્ટરને બેસવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

પરંતુ છોટાઉદેપુરના કલેકટર અનિલ ધામેલીયા ખુરશી છોડીને લોકો સાથે બેસીને લોકોની રજૂઆત સાંભળતા હોય અને તેનું સ્થળ પર જ નિરાકરણ લાવતા હોય છે. જેથી જિલ્લાના લોકોમાં પણ ખુશી જોવા મળી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર