છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાય હતી. આ સામાન્ય સભાની અંદર જિલ્લા પંચાયત પ્રમુખની સાથે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા સહિત વિવિધ સમિતિઓના ચેરમેનો જિલ્લા પંચાયતમાં સદસ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
. આ સામાન્ય સભાની અંદર 13 જેટલા અલગ અલગ એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ વધુ કઈ રીતે કરી શકાય તે અંગે પણ ચર્ચા કરાઈ હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર