એકવીસમી ઓક્ટોબર એટલે કે પોલીસ સંભારણા દિન છે, આજે સમગ્ર દેશમાં શહીદ થયેલ પોલીસ જવાનોને યાદ કરી તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે.

ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ તરફથી પણ ખૂંટાલિયા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સવારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ જવાનોની સશસ્ત્ર ટુકડી દ્વારા શીશ અને શસ્ત્ર નમાવી શિસ્તબદ્ધ પ્રોટોકોલ પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર આપી દેશના શહીદ પોલીસ જવાનોને શોક સલામી આપી હતી. સાથે સન્માનપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

