Gujarat

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા ૨ ટ્રક અને ૨૦ ટ્રેક્ટરને ઝડપી પાડ્યા છે

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનિજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આઘારે  છેલ્લા એક અઠવાડિયામાં છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, અલીરાજપુર બ્રિજ ,ફતેપુરા ,નાનીબેજ, સિહોદ ,સીમલીયા ,સંખેડા, સિખોદ્રા ,બોડેલી,વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ 2 ટ્રકો અને 20 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર