Gujarat

કેરલના મહામહિમ રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરીફ ખાનના વરદ હસ્તે પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના શિક્ષિકા  દેસાઈ શિલ્પાબેનને ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા

અચલા એજ્યુકેશન એન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ ખાતે તારીખ ૧૭-૩-૨૪ ના રોજ દિનેશ હોલ ખાતે રાષ્ટ્રીય પરીસંવાદ યોજાયો હતો. જેમાં કેરલના મહામહિમ રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરીફખાન, અચલા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મફતલાલ પટેલ, સ્વામી મુદીત વંદનાજી, સાધ્વીશ્રી શિલાપીજી મહારાજ,જીસીઈઆરટી ના પૂર્વ નિયામક ડોક્ટર નલિન પંડિત, જીસીઈઆરટીના પૂર્વ નિયામક  ટી એસ જોશી  ,મોરેશિયસના શિક્ષણવિદ  મધુરકરન નારાયણ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે ગુજરાત ભરમાંથી ૧૫૦ શિક્ષકોની ફાઇલ  આવેલ હતી. જેમાંથી ૧૦ શિક્ષકો પસંદ કરવાના હતા. કેરલના મહામહિમ રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરીફખાનના વરદ હસ્તે શિલ્પાબેનને’ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’, ₹૧૦૦૦૦ નો ચેક, પ્રમાણપત્ર તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. શિલ્પાબેનને આંતરરાષ્ટ્રીય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાની કામગીરી તેમજ રાજ્યકક્ષાએ તેમણે કરેલું સંશોધન વળી તેમના નવતર પ્રયોગ બદલ તેમને  આઇઆઇએમ અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવેલ. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ સતત સાત વખત નવતર પ્રયોગો કરી પોતાની શૈક્ષણિક કાર્યદક્ષતાનો સુંદર પરિચય પૂરો પાડેલ. ‘હીરાની પરખ ઝવેરી કરી જાણે’ એ ઉક્તિને સાર્થક કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી તેમને વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા , કાવ્ય લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા ,કલામહાકુંભ,બાલ પ્રતિભા શોધ સ્પર્ધા,રાજ્ય સરકાર દ્વારા આયોજીત તેમજ અન્ય સંસ્થા દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માર્ગદર્શન રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમકે એનએમએમએસ પરીક્ષામાં તેમના દ્વારા માર્ગદર્શન અપાયેલ ઘણા બધા વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવેલ. રાજ્ય સરકાર દ્વારા આવતા કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કામ કરી વિદ્યાર્થીઓનો જ્ઞાનાત્મક ભાવાત્મક વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ .તેમની શૈક્ષણિક કામગીરી તો ખરી જ આ ઉપરાંત સમાજના બાળકોના વિકાસ માટે સતત અવિરત કાર્યરત. સ્વખર્ચે
પુસ્તકાલય ,સામાજિક ક્ષેત્રે તેમની ખૂબ વિશાળ કામગીરી,  માત્ર શાળાના જ નહીં પરંતુ ગુજરાતભરના બાળકો માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. બાળ સંસ્કાર કેન્દ્રમાં વિવિધ શિબિર નું આયોજન વગેરે થકી બાળકોમાં મૂલ્ય શિક્ષણના આરોપણ માટે સતત અવિરત કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા બધા એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે .આ એવોર્ડ મેળવી તેમણે સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ તેમના પર સમગ્ર જિલ્લામાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેઓ ભવિષ્યમાં પણ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.