Gujarat

ગુજરાતમાં 5 બુલેટ ટ્રેન સ્ટેશનના કોન્કોર્સ અને રેલ સ્લેબનું કામ પૂરું

અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે ગુજરાતના 8 બુલેટ ટ્રેન સ્ટેશનમાંથી 5માં કોન્કોર્સ અને રેલ સ્લેબનું કામ પૂર્ણ થયું છે. વાપી, બીલીમોરા, સુરત, આણંદ અને અમદાવાદમાં કામ પૂર્ણ થયું છે, જ્યારે સાબરમતી, વડોદરા અને ભરૂચમાં પૂર્ણતાના આરે છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 508 કિમી લાંબો કોરિડોરમાં કુલ 12 સ્ટેશન છે. મહારાષ્ટ્રમાં બોઇસર, વિરાર, થાણે અને મુંબઇ સ્ટેશન છે. ગુજરાતનાં તમામ 8 સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે. આ સ્ટેશનોમાં મુસાફરો માટે તમામ આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને સગવડો હશે.

બુલેટ ટ્રેન સ્ટેશનોના નિર્માણની સ્થિતિ

અમદાવાદ સ્ટેશન

કોન્કોર્સ સ્લેબઃ 435 મીટર
રેલ સ્લેબઃ 435 મીટર
સ્થિતિઃ પૂર્ણ

સાબરમતી સ્ટેશન

કોન્કોર્સ સ્લેબઃ 425 મીટર
રેલ સ્લેબઃ 425 મીટર
સ્થિતિઃ પ્રથમ માળે તમામ 9 સ્લેબ પૂર્ણ,
કોન્કોર્સના 9 સ્લેબમાંથી 3 સ્લેબ પૂર્ણ

સુરત સ્ટેશન

કોન્કોર્સ સ્લેબઃ 450 મીટર
રેલ સ્લેબઃ 450 મીટર
સ્થિતિઃ પૂર્ણ

વાપી સ્ટેશન

કોન્કોર્સ સ્લેબઃ 425 મીટર
રેલ સ્લેબઃ 425 મીટર
સ્થિતિઃ પૂર્ણ

આણંદ સ્ટેશન

કોન્કોર્સ સ્લેબઃ 425 મીટર
રેલ સ્લેબઃ 425 મીટર
સ્થિતિઃ પૂર્ણ

વડોદરા સ્ટેશન

રેલ સ્લેબઃ 425 મીટર
સ્થિતિઃ પહેલા માળનું કામ ચાલુ