Gujarat

અનાવિલ સમાજનું ગૌરવ વધારતી સંસ્કૃતિ દેસાઈ

               તાજેતરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સુરત મહા નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ નિમિત્તે સુરતનાં મેયર દક્ષેશ માવાણી દ્વારા ‘બાલિકા પંચાયત’ની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં સંસ્કૃતિ આશિષભાઈ દેસાઈને વિશેષ સ્થાન સાથે તેનાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે વિશેષ પ્રદાન બદલ એવોર્ડ, પ્રમાણપત્ર તથા નેમ પ્લેટ સાથે સન્માનિત કરવામાં આવી હતી.
               મૂળ ઓલપાડ તાલુકાનાં અસનાડ ગામની વતની અને હાલ જહાંગીરપુરા, સુરતની નિવાસી પ્રતિભાશાળી દીકરી સંસ્કૃતિ દેસાઈની આ વિશેષ ઉપલબ્ધિએ ભૂલકાં ભવન શાળા સહિત પરિવાર અને સમસ્ત અનાવિલ સમાજનું નામ રોશન કરેલ છે.

IMG-20240125-WA00042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *