Gujarat

છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે, તત્કાલીન મદદનીશ આદિજાતિ અધિકારી નરેન્દ્ર સુરતીને પોલીસે ઝડપી પાડ્યો છે

છોટાઉદેપુર જિલ્લામાં નકલી સરકારી કચેરી ઉભી કરી ૨૧ કરોડનું કૌભાંડ બહાર આવ્યું જેમાં નિવૃત આઈ.એ.એસ અધિકારી સાથે માસ્તર માઇન્ડ અબુ બક્કર સૈયદ અને સંદીપ રાજપૂત સાથે કુલ ૧૨ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં તાજેતરમાં પોલીસે તત્કાલીન આદિજાતિ વિકાસ અધિકારી નરેંદ્ર સુરતીને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી ઝડપી પાડ્યો છે. નરેદ્ર સુરતીએ રૂપિયા ૯૦ લાખના ૧૮ કામોની વહિવટી મંજુરી નકલી કચેરીને આપી હતી. નરેન્દ્ર સુરતી રાજપીપળા ખાતે શિવ ઓફિસમાં ભરૂચ આદિવાસી જિલ્લા આદિવાસી સેવા સંઘમાં વહીવટકરતા તરીકે કામ કરી રહ્યા હતા જ્યાંથી નર્મદા પોલીસની મદદથી છોટાઉદેપુર પોલીસે નરેન્દ્ર ને ઝડપી પાડયો છે.