શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે હાઈસ્કૂલ સાવરકુંડલા માં દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી
11 સપ્ટેમ્બર 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ભાષણની યાદમાં દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ સંસદમાં હિન્દુ ધર્મ અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલા કે.કે હાઈ સ્કૂલ માં દિગ્વિજય દિવસ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સ્ટેટના સંયોજક શ્રી કૌશલભાઈ દવે, ઝોન સંયોજક શ્રી બ્રીજરાજસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા સંયોજક શ્રી ચેતનભાઈ ધાનાણીની સૂચના અનુસાર *દિગ્વીજય દિવસ* નિમિતે સાવરકુંડલા કે . કે હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ યુગ પુરુષ વિષય પર ઉદબોધન તેમજ પ્રશ્નોતરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે કે.કે હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ સાહેબ શ્રી ચેતનભાઈ ગુજરીયા દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર વિશે પરિચય આપ્યો હતો. આ તકે શિક્ષક જયસિંહભાઈ તેમજ અન્ય શિક્ષકગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ – સાવરકુંડલા નગરપાલિકા



