Gujarat

વિકાસના પંથે અમરેલીનું જાળીયા

વિકાસના પંથે અમરેલીનું જાળીયા

*વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત સંપન્ન*

*અમરેલી તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ (બુધવાર)* રાજ્ય સરકારની વિકાસકાર્યોની હારમાળામાં અમરેલી જિલ્લો પણ પ્રગતિ પથ પર છે. અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી અને વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે જાળીયા ગામે આશરે રુ.૦૮ લાખના ખર્ચે આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય ચોક ખાતે ગ્રામજનોએ જોડાઇને આ ગામના આ વિકાસકાર્યને વધાવ્યું હતું. આર.સી.સી. રોડ તૈયાર થતા જાળીયા ગામની પ્રાથમિક સુવિધામાં ઉમેરો થશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકે ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતું તેમજ બનતી ત્વરાએ કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
*જય ૦૦૦*

IMG-20240911-WA0051-2.jpg IMG-20240911-WA0052-1.jpg IMG-20240911-WA0053-0.jpg