વિસાવદર પોલીસ સ્ટેશનમાં નવા પી.આઇ.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વિસાવદર તા.૧૦-૯-૨૦૨૪ ના રોજ પોલીસ સ્ટેશનના મિટિંગ હોલમાં વિસાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને આમંત્રિત કરી આગામી ત્યોહારોના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ.
સૌ પ્રથમ નવ નિયુક્ત પી.આઇ. શ્રીઆર. એસ. પટેલ એ બેઠકમાં આમંત્રિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ પી.આઈ.શ્રીએ જણાવેલ કે આગામી દિવસોમાં ગણપતિ મહોત્સવ તથા ઇદે મિલાદ પ્રસંગોને કોમી એકતાના ભાવ સાથે સુલેહ અનેશાંતિ જળવાઈ રહે ભાઈચારાની લાગણી રાખી પ્રસંગો ઉજવવા અનુરોધ કરેલ.
બાદ શહેર તથા ગ્રામ્ય કક્ષાના આમંત્રિત પ્રતિનિધિઓએ નવનિયુક્ત પી.આઇ. શ્રીપટેલને વિસાવદર તથા ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ કરેલ. ચર્ચા દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન, ચોરીઓ, શહેરમાં થતા આડેધડ પાર્કિંગ, સાયલેન્સરના પ્રદૂષણ જેવા દુષણો ડામવા અપીલ કરેલ. પ્રત્યુતરમાં પી.આઈશ્રીએ જણાવેલ કે શહેરમાં સામાજિક સંસ્થાઓએ પોતપોતાના વિસ્તારોમાં જ્યાં વધારે માણસોની અવરજવર રહેતી હોય ત્યાં શક્ય તેટલા સીસીટીવી કેમેરા ગોઠવવાથી ક્રાઈમ ઘણું ઘટી જશે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી અર્થે આવેલ લેબર વર્ગ હંમેશાને માટે સમાજથી અળગા રહે છે જેથી અહીંના સીમ, વાડી વિસ્તારમાં રહેતા મજૂરોના ચોક્કસ રહેઠાણ અને આધાર કાર્ડની માહિતી સરપંચ પાસે હોવી જરૂરી ગણાય. અંતમાં પી.આઈશ્રીએ જણાવેલ કે આપ સૌના સહકાર સાથે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા હંમેશા તૈનાત રહેશે.
બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, તંત્રી શાંતિભાઈ ગણાત્રા, ઘનશ્યામભાઈ સાવલિયા, રમણીકભાઈ દુધાત, વિજયભાઈ રીબડીયા, ગફારભાઈ વડગામા, હરિભાઈ રીબડીયા, સુરેશભાઈ સાદરાણી, મહેન્દ્ર પટેલ, ભોરભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામ્ય તથા શહેરીજનો ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમની બેઠક વ્યવસ્થા એ.એસ.આઈ. ભરતભાઈ કરમટા, પી.આઇ.(રાઇટર) હેડ કોન્સ. અવિનાશભાઈ પંડ્યા, પો. કોન્સ. વિપુલભાઈ ઠુંમર, રાકેશભાઈ ડોબરીયા તથા હિંમતભાઈ મોરીએ સંભાળેલ.
સી. વી. જોશી વિસાવદર






