Gujarat

અમરેલી જિલ્લાના ખેડૂતો ને હરિયાળી ક્રાંતિ ત્રણ સિંચાઈ યોજના બાબતે ખેડૂત હિત માં નિર્ણય લેવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની રજુવાત

અમરેલી માં સાંતલી સિંચાઈ ,કાળુભારની દરેડ સિંચાઈ અને પાલાસ નદી પર ફુલઝરસિંચાઈ યોજના ને મંજુર કરો 
અગાવ ત્રણેય યોજનાઓ પર કામ થયું હતુ હવે ફરી આગળ ધપાવો
ખેતી આધારિત અમરેલી જિલ્લા ને હરિયાળી ક્રાંતિ ના ફળ આપવા સિંચાઈ મહત્વનુ હથિયાર છે.
ખેતીપ્રધાન દેશ માં ગુજરાત માં આધુનિક ખેતી અને સિંચાઈ યોજનાઓથી ખેતીક્ષેત્રે મોટા પ્રમાણ માં ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયો છે.ત્યારે ગુજરાત ના પછાત ગણાતા ખેતી અને પશુપાલન આધારિત અમરેલી જિલ્લા માં ખેતી ના વિકાસ માટે કામ થાય એ ખુબ પરીણામ લક્ષી કહી શકાય ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ના ગ્રામીણ પ્રવાસ દરમ્યાન તેમને જુદા જુદા વિસ્તાર માંથી મળેલી રજુવાત મુજબ (1)અમરેલી જિલ્લા માં બાબરા તાલુકા ના ફુલઝર ગામ પાસે પાલાસ નદી પર ડેમ બનાવી સિંચાઈ યોજના આકાર પામે તો આ યોજના થી ગોંડલ, બાબરા અને કુંકાવાવ તાલુકાના ખેડૂતોને લાભ થઇ શકે (2) બાબરા તાલુકા ના દરેડ ગામ પાસે કાળુભાર નદી પર દરેડ સિંચાઈ યોજના 2001 માં મંજુર કરાઈ હતી તેના ટેન્ડર ની પ્રકિયા પણ પૂર્ણ થઇ ગઈ હતી અને તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ખાતમુર્હત કરવાનું પણ મુહર્ત નીકળી ચૂક્યું હતુ અને અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થતા તે કાર્યક્રમ બંધ રહેતા ત્યારથી આ યોજના ટાલ્લે ચડી છે તે ફરી ટેન્ડરીગ પ્રકિયા શરુ કરવામાં આવે તો બાબરા, જામ બરવાળા, ગઢડા આંઉં લાઠી ના ગ્રામ્ય વિસ્તાર ને ફાયદો થઇ શકે છે. (3) સાંતલી સિંચાઈ યોજના જે 2017 માં રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ કેસ માં લઈને 702કરોડ ના ખર્ચે બનાવવા માટે મંજૂરી અપાઈ હતી પરંતુ બે વર્ષ બાદ તેને ફરી કેન્સલ કરાઈ હતી આ યોજના અમરેલી અને લીલીયા તાલુકાના 28 ગામોને સિંચાઈ માટે ઉપયોગી હતી. ત્યારે આ ત્રણેય યોજનાઓ પર વિચારણા કરી ફરી તેને મંજુર કરી ખેતી આધારિત અમરેલી જિલ્લા ના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સિંચાઈના પાણી થી અમરેલી જિલ્લા ના ખેડૂતો ને હરિયાળી ક્રાંતિ ના ફળ પ્રાપ્ત કરાવવા ફરી પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા કેન્દ્ર જળ સંપત્તિ મંત્રી સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયા ને પત્ર લખી ખાસ કેસ આ યોજનાઓ ફરી વિચારણા કરી મજૂરી આપવા માંગણી કરાઈ છે.