દરિયાલાલ – જુલેલાલ મંદિર, ગાંધીનગર દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ” ના પ્રાગટય દિન નિમિત્તે ઉજવાતા ચેટીચાંદના પર્વે “જન્મોત્સવ” કાર્યક્રમનું આયોજન સેકટર-૩૦ ખાતે કરવામાં આવ્યું.
આ અવસરે ય્સ્ઝ્ર મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી ભગવાન ઝૂલેલાલના દર્શન કરીને પ્રભુ સૌના જીવનમાં નવઊર્જાનો સંચાર કરે તેવી પ્રાર્થના સહ સમસ્ત સિંધી સમુદાયને ચેટીચાંદ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં કાઉન્સિલરશ્રીઓ, સિંધી સમાજના આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

