Gujarat

કેસર કેરીથી નવસારી APMCમાં કેરીની હરાજીના શુભ શરૂઆત પણ ભાવમાં થયો છે વધારો

તાપમાનનો પારો જેમ જેમ ઉંચો જઇ રહ્યો છે તેમ ધીમે ધીમે બજારમાં હવે કેરી વેચાણ માટે આવી રહી છે. બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જીલ્લામાં આ વર્ષે કેરીનું ફ્‌લાવરિંગ ૧૫ દિવસ મોડું થયુ છે. જેના કારણે આ વર્ષે બજારમાં કેરી વેચાણમાં થોડી મોડી આવી છે, પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે કેરીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

કેસર કેરીથી નવસારી છઁસ્ઝ્રમાં કેરીની હરાજીની શુભ શરૂઆત થઈ ગઈ છે અને તેનો પ્રતિ મણ ૧હજાર ૩૨૦ થી ૨હજાર ૪૦૫ જેટલો ભાવ બોલાયો છે. આ સિવાય નવસારી જિલ્લાની પ્રસિદ્ધ હાફૂસ અને દેશી કેરી પણ મોટા પ્રમાણમાં વેચાણમાં આવી છે.

હાફૂસનો પ્રતિમણ ભાવ ૧હજાર ૯૭૦ જ્યારે દેશી કેરીનો બારસો રૂપિયા ભાવ બોલાયો હતો. જો કે આ વર્ષે વાતાવરણમાં બદલાવને કારણે કેરીનો ઉતારો ૫૦ટકાથી પણ ઓછો આવે તેવી સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. જે વાત કેરી અને ટેના થઈ બનેલ વાનગીઓ ના શોખીનો માટે માઠા સમાચાર છે.