ઉનાના જુડવડલી ગામે નજીક એક મહાકાય અજગર આવી ચઢતા અને એક ઘેટાનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે વનવિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મહાકાય અજગરનું મહામુસીબતે રેશક્યું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
જુડવડલી ગામ નજીક આવેલ 66 કેવી પાસે મહાકાય અજગર આવી ચઢ્યો હતો. અને ત્યા ઘેટા ચરતા હોય મહાકાય અજગરે તેના પર હુમલો કરી શિકાર કરતા મોતને ઘાટ ઉતારી દીધું હતું. જે સમગ્ર ઘટના ત્યામાં સ્થાનિક લોકોના નજરે પડતા ગભરાઈ ગયા હતા. અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આ મહાકાય અજગરને મહામસીબતે પકડી પાડી અને જંગલમાં દૂર સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો

