ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. લોકોના મતદાન દ્વારા જ્યારે દેશનું આવતા પાંચ વર્ષનું ભાવિ નક્કી થતું હોય છે ત્યારે લોકો વધુને વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના અનેક પ્રયોજનો કરવામાં આવતા હોય છે.
ત્યારે મોરબી નજીક 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા અજંતા ઓરપેટ ફેક્ટરી ખાતે 2000 જેટલી મહિલા કર્મચારીઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ માટે અનન્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સક્ષમ નારી શક્તિ મતદાન જાગૃતિમાં પણ અગ્રેસર છે તેવું આ મહિલા કામદારોએ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ રચી તેમાં ‘WORKES WILL VOTE, MORBI WILL VOTE’ એવું લખી લોકોને વધુને વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા છે.

