Gujarat

સાવરકુંડલા શહેરમાં ભરશિયાળે ઉનાળાનો અહેસાસ.. બદલતાં ઋતુ ચક્રમાં શિયાળાના દિવસો ટૂંકાયા.!! ઋતુચક્રનું બદલતું સ્વરૂપ પર્યાવરણ માટે લાલ બત્તી સમાન.. 

હે રામ હવે કેવા દિવસો આવ્યા છે. ભર શિયાળે ઉનાળા જેવો માહોલ. લોકોને પંખા અને એ.સી.ચાલુ કરવા પડે એવો પ્રખર તાપ. આમ તો હજુ પોષ માસ જ છે હજુ શિયાળાની ઋતુના  દોઢેક મહિના જેવો સમય બાકી છે ત્યારે રાત્રે પણ જોઈએ તેવી ઠંડી તો નથી પડતી..!! હા ભરશિયાળે ઉનાળાનો અહેસાસ જરૂર થાય છે.!! એનો અર્થ હવે એ પણ થઈ શકે કે ઋતુ ચક્રમાં હવે શિયાળાના દિવસો ટૂંકાતાં બે અઢી માસ જ ગણવા રહ્યાં..!! ભવિષ્યની દ્રષ્ટિએ આ બદલાતી પર્યાવરણીય પેટર્ન કોઈ ગંભીર અણસાર તો નથી આપી રહીને?

20240202_121105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *