*મકરસંક્રાંતિ દિવસે શાહી સ્નાન બાદ કાર્યક્રમ પૂર્ણ થશે..*
ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી શ્રી પંચી દશનામ આહવાન અખાડાના થાનાપતિ મહંત વિજયપૂરી મહારાજ દ્વારા નાગા સાધુ સંતો દ્વારા સાહિલ સ્નાનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં નાગા સાધુ સંતો ગુજરાત અને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં અંબાજી ખાતે આવે છે અને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કોટેશ્વર ખાતે આવેલી સરસ્વતી નદીમાં સ્નાન કરે છે. તે દરમિયાન અંબાજીનું વાતાવરણ ધાર્મિક અને સાધુ સંતોના ચરણ કમલ થી પવિત્ર બને છે જેમાં મોટી સંખ્યામાં અંબાજીની ધર્મ પ્રેમી જનતા સાધુ-સંત ની સેવા માટે તત્પર રહીને ભક્તિમાં લીન જોવા મળે છે
*સાધુ સંતો નો અંબાજીમાં નગર પ્રવેશ*
કાર્યક્રમના પ્રથમ દિવસે 51 સાધુ સંતો દ્વારા અંબાજીમાં નગર પ્રવેશ કરવામાં આવ્યો અંબાજીની ધર્મ પ્રેમી જનતા દ્વારા સાધુ સંતોને તિલક આરતી અને પુષ્પ વર્ષા કરી ઢોલ નગારા અને શોભાયાત્રા સાથે અંબાજી નગરમાં પ્રવેશ કરાવ્યો હતો શ્રી પંચ દશનામ આહવાન અખાડા ના ગીરી મહારાજની તપસ્ટલી ભૈરવ ધુણા ખાતે દીપ પ્રગટાવી પંચ દિવસીય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
*અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વાર માનસરોવર ખાતે યોજાઈ ગંગા આરતી.*
યાત્રાધામ અંબાજી ખાતે માઁ અંબા નો માનસરોવર કુંડ આવેલો છે. જે પુરાણીક અને રજવાડા સમયથી આવીરત જળપ્રવાહ માનસરોવર કુંડમાં ક્યારે પણ જેમાં પાણી ખૂટતું નથી તેવા પવિત્ર અને પુરાણીક માનસરોવર કુંડ ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતો દ્વારા પાંચ બ્રાહ્મણો દ્વારા ગંગા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેના દર્શન માટે અંબાજીની ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં માન સરોવર ખાતે ઉમટી પડી હતી સાતો સાત ગંગા આરતી માં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દેશ-વિદેશના સાધુ સંતો પણ ગંગા આરતી માં હાજરી આપી હતી અને કાશીમાં ગંગા કિનારે જે દ્રશ્ય આરતીના સમય જોવા મળે છે તેવું દ્રશ્ય લોકો માનસરોવર ખાતે જોવા મળ્યું હતું આ ગંગા આરતી 15 તારીખ સુધી નિયમિત સાંજે અંબાજી મંદિરની માં અંબા ની આરતી પૂર્ણ થયા પછી 07:30 કલાકે માનસરોવર ખાતે ગંગા આરતી નું આયોજન કરવામાં આવ્યું છે
*સાધુ સંતો દ્વારા ધર્મ ધજા સ્થાપિત કરવામાં આવી.*
સાધુ સંતો તેમના દરેક કાર્ય સનાતન હિંદુ ધર્મના જ પ્રમાણે કરતા હોય છે જેમાં સાધુ સંતો નો ઉલ્લેખ આવે ત્યારે ધર્મની ધજા તેમના દરેક કાર્યમાં પ્રથમ ધર્મ ધજા સ્થાપિત કરવામાં આવે છે સાધુ સંતો અને બ્રાહ્મણો દ્વારા વૈદિક લોકો દ્વારા ધર્મ ધજા નું પૂજા અર્ચન અને આરતી કરવામાં આવે છે અને સાધુ સંતો દ્વારા ધર્મ ધજાને સ્થાપિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં અંબાજી ગામની જનતા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને અંબાજીમાં પ્રથમ વખત ધર્મ ધજા સ્થાપિત કરવામાં આવી હતી જેના દર્શનથી જ લોકો ઉત્સાહિત જોવા મળતા હતા આ કાર્યક્રમમાં દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર એસોસિયેશન પણ જોડાયું હતું અને સાધુ સંતોને યથાશક્તિ દાન પણ આપ્યું હતું
*તા. 13 થી 15 ના કાર્યક્રમની રૂપરેખા*
સાધુ સંતો દ્વારા પંચ દિવસીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રીજા દિવસે એટલે કે 13 તારીખે ગૌ માતા પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે. તા.14 ના રોજ કન્યા પૂજન અને બાળ ભોજન તથા બ્રહ્મ ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે 15 તારીખે માનસરોવર સામે આવેલા શ્રી પંચ દશનામ આહવાન અખાડા દ્વારા નિર્મિત વોરાગ ગીરી મહારાજ ની તપસ્થળી ભૈરવ ધુણા થી મકરસંક્રાંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં સાધુ સંતો પેદલ યાત્રા કરી કોટેશ્વર ખાતે સરસ્વતી કુંડમાં સાઇઝનાં કરશે અને ત્યારબાદ માં અંબા ના દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ થશે

