Gujarat

ઇકો ફ્રેન્ડલી મૂર્તિ:ચોયાર્સી ભાગોળમાં 5 વર્ષથી કાગળ અને ઘાસમાંથી બનેલા શ્રીજીનું સ્થાપન

અંકલેશ્વના ચોર્યાસી ભાગોળના આદિવાસી મહોલ્લાના બાળકો પર્યાવરણને નુકશાન ન થાય તે બાબતનું ધ્યાન રાખી 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહયાં છે. પાંચ વર્ષથી કાગળ અને ઘાસમાંથી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી શ્રીજી ની મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરતા આવ્યાં છે.
શ્રીજીની મૂર્તિના નિર્માણ માં ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હોમવર્ક પૂરું કરી મૂર્તિનું નિર્માણ કર્યું છે. પર્યાવરણને નુકશાન ન થાય એ બાબતનું ધ્યાન રાખી નર્મદા નદીની માટી લાવીમૂર્તિ બનાવી છે.
જેમાં બાળકોએ મૂર્તિ માં વોટર કલ નો ઉપયોગ કર્યો છે ત્યારે આ મહોલ્લાના આદિવાસી બાળકો જળસ્રોતને બચાવવા અન્યો ગણેશ ભક્તો માટે ઉત્તમ દાખલો બેસાડી રહ્યા છે.
વિરલ ગોહિલ, ભરૂચ