Gujarat

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રી ર્નિમલા સીતારામનજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશેઃ- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, નાણામંત્રી શ્રી ર્નિમલા સીતારામનજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે, સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત જ્ર ૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું છે. આ બજેટમાં જાહેર કરાયેલ રૂરલ હાઉસિંગમાં ૨ કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. સોલર રૂફટોપની નવી યોજનાથી ૧ કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે. આશા વર્કર/આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જાેવા મળે છે.

માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને રૂ. ૧૧.૧૧ લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં તેજી આવશે. ગિફ્ટ સિટીમાં મળતાં કેટલાક ટેક્ષ બેનિફિટ ની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીએ ર્નિણય કરેલ છે, તેને હું આવકારું છું. અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય નાણામંત્રીશ્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન. ઈંફૈાજૈંમ્રટ્ઠટ્ઠિંમ્ેઙ્ઘખ્તીં

File-02-Page-Ex-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *