Gujarat

જામકંડોરણા-જેતપુર પંથકમાં રેતી ખનન કરતાં રેતી માફીયા ખુલ્લે આમ તંત્રને પડકાર આપી રહ્યા છે 

*જામકંડોરણાની ફોફળ નદીમાં રેતી માફીયા નો જમાવડો*
ભાજપ દ્વારા એક તરફ સદસ્યતા અભિયાન અંતર્ગત નામ ની નોંધણી કરાવવા ઘર-ઘર પહોંચી ગયા છે પરંતુ જામકંડોરણા ની ફોફળ નદીમાં રેતી ચોરી અટકાવવા તંત્ર લાચાર બન્યું છે આ તંત્રના અધિકારીઓને ખનીજ માફીયા નો ડર લાગે છે કે ગજવા ગરમ થઇ ગયા છે ? જેવો સવામણ નો સવાલ જામકંડોરણા-જેતપુર ની પ્રજાને સમજ ની બહાર છે.
જામકંડોરણા-જેતપુર બને તાલુકાની હદ માં દિન દહાડે લાખો રૂપિયાની કિંમતી રેતી ઉલેચવા માં આવી રહી છે છતાં તંત્ર મુકપ્રેક્ષક ની જેમ તમાસો જોઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી જામકંડોરણા તાલુકાના નાના મોટા દૂધીવદર, ઈશ્વરીયા ગામ અને જેતપુર ના લુણાગરા વચ્ચે વહેતી ફોફળ નદીમાં બેરોકટોક ધમધમી રહેલી આ રેતી ચોરીના માફીયાઓ પણ કમાલ કરી છે. સ્થાનિક લોકો એક તરફ વિડિયો બનાવી રહ્યા છે.
છતાં લેશમાત્ર ની દરકાર કે ડર વગર ફોફળ નદીમાં ઉતરી ને રેતી ના ટ્રેકટર અને ડમ્પર ઉતારીને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. જામકંડોરણા અને જેતપુર તાલુકાના સ્થાનિક લોકોમાં આવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અવારનવાર તંત્ર ને જાણ કરવા છતાં કોઈ અધિકાર  આ ફોફળ નદીમાં ફરકતા પણ નથી ગ્રામ્ય વિસ્તારના લોકો સરપંચ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો જો ફોફળ નદીમાં થતી રેતી માફીયા સામે  પોલીટિકલ પાવર બતાવે તો જ રેતી માફીયા ફોફળ નદીનો રસ્તો ભુલે નહીંતર આ સમશ્યા જામકંડોરણા જેતપુર માટે કાયમી ઘર કરી ગઈ છે તેવું  આમ જનતા જણાવી રહી છે, અહેવાલ નાજાભાઈ ભરવાડ જામકંડોરણા