સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી તથા મુકેશભાઈ પાંધીના માતુશ્રી ગં. સ્વ. શારદાબેન હરગોવિંદભાઈ પાંધીનું તારીખ ૯-૯-૨૪ના રોજ દુખદ નિધન થતાં તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટેની પ્રાર્થના સભા તારીખ ૧૨-૯-૨૪ના રોજ પરિવારના નિવાસ સ્થાન પરિશ્રમ સાટોડીપરા ચલાલા ખાતે બપોરે ૪ થી ૬ સમય દરમિયાન રાખેલ છે…આમ એક પેઢીના જીવન સંગ્રામનો એક તબક્કો પૂર્ણ થતાં સમગ્ર પાંધી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ગં. સ્વ. શારદાબેન હરગોવિંદભાઈ પાંધી તેમના બે પુત્રો બિપીનભાઈ પાંધી, મુકેશભાઈ પાંધી તથા પુત્રીઓ સોનલબેન, રૂપલબેન તથા આરતીબેનને વિલાપ કરતાં આ ફાની દુનિયા છોડી દૂર અનંતયાત્રાએ નીકળી જતાં સમગ્ર પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારને સાંત્વના આપવા માટે અમરેલી જિલ્લાના ચલાલા ખાતે આવેલ પરિવારના નિવાસ સ્થાન “પરિશ્રમ” સાટોડીપરા ચલાલા ખાતે તારીખ ૧૨-૯-૨૪ના રોજ બપોરે ૪ થી ૬ સમય ગાળા દરમિયાન પ્રાર્થના સભા રાખવામાં આવી છે
બિપીન પાંધી

