Gujarat

છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામોમાં છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામોમાં જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર તાલુકાના કાછેલ, રૂણવાડ, ધમોડી, પાડલીયા, ચીસાડીયા, રંગપુર, ભોરદા, મિઠાલી, હાસડા, સનાડા, કાછેલ, સુરખેડા, અંબાલા, લહેવાટ, મોટી સડલી, જોડાવાટ, રામપુરા, ગુનાટા, કટરવાટ, કોલી ગામે જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો.
જ્યાં ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા નું દરેક ગામમાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો અને વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.