Gujarat

લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે ભારતીય જનતા પાર્ટીની બુથ વિજય અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા

લોકસભાની ચૂંટણી હવે નજીક છે જેને લઇને છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે બુથ વિજય અભિયાન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રાઠવા, નંદુભાઈ રાઠવા, ગામના સરપંચ સહિત મોટી લોકો અભિયાનમાં જોડાયા હતા.