લીલીયા તાલુકા પંચાયતના સદસ્ય જયસુખભાઈ સુરાણી દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજી ભાઈ બાવળીયા ને પત્ર પાઠવી રજૂઆત કરેલ જેમાં જણાવેલ કે અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાનો વિસ્તાર ખારાપાટ તરીકે ઓળખવામાં આવે છે આ તાલુકાનું પાણી ફ્લોરાઈડયુક્ત હોય પીવાલાયક કે ખેતીલાયક પણ ના હોય તેમજ આ ગામોમાં પાણીના તળમાં ખારુ તેમજ કડવું પાણી નીકળતું હોય આ તાલુકામાં સિંચાઈનો પણ કોઈ સ્ત્રોત ના હોય તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાત પાણી હોય. જે આ યોજના દ્વારા પુરી કરી શકાઈ એમ હોય. હાલ માં જે સર્વે થયો છે તે મુજબ અમારા તાલુકાના ગામોના તળાવથી ૧૫ કિલોમીટરની રેંજમાં ગારીયાધાર તાલુકાનું ફાચરીયા ગામ સુધી સર્વે થઈ ચુક્યો છે જ્યાં ટુકા સમય ગાળામાં સૌની યોજનાનું પાણી આવે તેમ હોય. તો આપ સાહેબશ્રીને જણાવવાનું કે ૧૫ કિલોમીટરનો વિસ્તાર વધારીને લીલીયા તાલુકાના ગામોના તળાવો સુધી સૌની યોજનાનું પાણી પહોંચાડવા બાબતે તાલુકા પંચાયત સદસ્ય દ્વારા પાણી પુરવઠા મંત્રી ને પત્ર પાઠવી રજુઆત કરેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

