સાવરકુંડલા લીલીયાના તમામ ગામડાઓમાં ભાજપ દ્વારા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરશે ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ભગવાન રામલલ્લાને સત્કારવાનો અનેરો ઉત્સાહ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય તે માટે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના તમામ ગામોમાં સતત બે દિવસ સુધી નાના મોટા તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય તેવા અભિગમ સાથે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ સાવરકુંડલા અને લીલીયાના તમામ ગામડાઓના મંદિરોમાં સ્વચ્છતા મિશન શરૂ કરવાના અભિગમથી સાવરકુંડલા અને લીલીયાના જિલ્લા પંચાયતના સદ્સ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, તમામ મંડળોના પ્રમુખો અને કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિકોને સંગાથે રાખીને મંદિરોમાં સ્વચ્છતાને પ્રાથમિકતા સાથે આયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને સત્કારવા દરેક મંદિરો સ્વચ્છ થાય તેવા અભિગમ સાથે ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના ભાજપના કાર્યકર્તાઓ મંદિરોની સફાઈ કરશે તેમ સત્વ અટલધારા કાર્યાલયની અખબારી યાદીમાં જણાવ્યું છે

