Gujarat

સાવરકુંડલામાં આગેવાન ઉપર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવા લોહાણા મહાજનની માંગ…..ઉના ડે. કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવ્યું

સાવરકુંડલા ગામે લોહાણા મહાજનની વાડી પાસે પાર્કિંગ બાબતે લોહાણા સમાજના આગેવાનો પર થયેલા હુમલાને પગલે ઉના લોહાણા મહાજન પ્રમુખ સહીત આગેવાનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ઉના પ્રાંત અધિકારી ડે.કલેકટરને લેખીત આવેદન પત્ર પાઠવી ગુનેગારને પકડી પાડી કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી.

ઉના લોહાણા મહાજન પ્રમુખ ડોક્ટર મનોજ માનશેતા, રસિકભાઈ તન્ના, ભવ્યભાઇ પોપટ, ચિંતનભાઇ ગઢીયા, નીરવભાઇ ગઢીયા, મનદીપભાઇ પોપટ, કૌશિકભાઇ સુબા, કાન્તિભાઇ છગ સહિતના આગેવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લોહાણા મહાજન પ્રમુખ સાવરકુંડલાના તથા જ્ઞાતિના સભ્યો ઉપર થયેલા હુમલાના વિરોધ વ્યક્ત કરી આવેદન પત્ર પાઠવ્યું છે. આ બનેલી ઘટનાઓ વખોડી કાઢી આ શખ્સોને પકડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.