Gujarat

સાવરકુંડલા સહકારી સંમેલનમાં વિશાળ જનમેદનીને સંબોધન કરતી વેળાએ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ દિલ ખોલીને વક્તવ્ય આપ્યું

સાવરકુંડલા સહકારી સંમેલનમાં ધારાસભ્ય મહેશ કસવાળાના બેબાક બોલ
સાવરકુંડલા ખાતે જનમેદની સંબોધતા કસવાળાએ જૂથવાદની રાજનીતિ અંગે કર્યો કટાક્ષ
બે બે પૈસાના લોકો વાત કરે છે પોલીસ પાસે હપ્તા લે છે —- કસવાળા
રેલ્વે બ્રિજ અંગે ભાજપના જ અમુક નેતા સામે  આડકતરા પ્રહારો કરતાં કસવાળા
રેલ્વે બ્રિજ પર સ્ટે લઈ આવીએ તેવી વાહિયાત વાતો કરનારા સામે પ્રહારો – – – કસવાળા
સાવરકુંડલા વિધાનસભા ત્રણ વખતથી ભાડે આપીએ છીએ ત્રણ વખતથી અમે નથી ધારતા એવો ઉમેદવાર આવે છે — કસવાળા
પહેલા વી.વી.વઘાસિયા પછી પ્રતાપ દુધાત પછી હું આવ્યો પણ ભલે તમે ભાડે આપો પણ પ્રજા કહેશે ત્યારે આ ભાડુઆત સામેથી ખાલી કરી દેશે — કસવાળા
સહકારી ક્ષેત્રમાં આવ્યા એને પાડી દયો આ ધારાસભ્ય તરીકે આવ્યા છે આને પાડી દયો આ પાડી દેવાની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે — કસવાળા
સાવરકુંડલાની નાવલી નદી પર રીવર ફ્રન્ટ બનશે એવા દ્રઢ વિશ્વાસ સાથે આ સંદર્ભે લોકસહયોગ પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ એક જાહેર વક્તવ્ય દરમિયાન માંગણી કરી અને પોતાનો ઉદેશ કોઈને પણ નુકસાન થાય તેવો નથી પરંતુ ડેવલપમેન્ટ થાય ત્યારે નાની મોટી તકલીફો થાય તો સહન કરવા માટે તૈયાર પણ રહેવું પડે એવી વાત સાથે દિવાળી બાદ રીવર ફ્રન્ટ અંગે માનનીય મુખ્યમંત્રી સમય આપે તો તેમના હસ્તે જ આ  કાર્યારંભ કરવાની મહેચ્છા પણ દર્શાવી
બિપીન પાંધી