Gujarat

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નિમિતે જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટિ કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી નિમિતે તેઓની જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટી કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.