રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં 28 જૂન 2024 ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિચાર્જ સોસાયટી જીએમઇઆરએસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024,25 માટે તબીબી સ્નાતક ના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67 ટકાથી માલની 88% જેટલો અસવ્ય અસાધારણ વધારો કરવામાં આવેલ છે. જેના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે જેના કારણે વાલીઓમાં રોશની લાગણી ફેલાયેલી છે.
તો આ બાબતે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે. તેમ તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલા આ તો ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.