Gujarat

દિવ્યાંગોની ક્રિકેટ, વોલીબોલ સ્પર્ધામાં ખેલાડી, વાલીઓેએ મતદાન કરવાના શપથ લીધા

જામનગરમાં ખાસ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી દિવ્યાંગોની ક્રિકેટ, વોલીબોલ સ્પર્ધામાં ખેલાડી અને વાલીઓએ મતદાન કરવાના શપથ લીધા હતાં.

જામનગરમાં સ્પેશયલ ખેલ મહાકુંભ અંતર્ગત અસ્થિવિષયક દિવ્યાંગોની ક્રિકેટ અને સીટીંગ વોલીબોલ સ્પર્ધા અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયનમાં યોજાઇ હતી.

જેમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટની આશા અને દીપ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં આશા ક્રિકેટ ટીમના કેપ્ટન યુવરાજસિંહ વાઢેર, ભાઇઓની વોલીબોલ ટીમના કેપ્ટન કરમૂર દીપકભાઇ, બહેનાના સીંટીંગ વોલીબોલ ટીમના કેપ્ટન પ્રફ્રુલ્લાબેન મંગીની ટીમનો વિજય થતાં આગામી રાજયકક્ષાના સ્પેશયલ ખેલ મહાકુંભમાં ભાગ લેશે.

લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદારોમાં જાગૃતિ લાવવાના ઉદેશથી દિવ્યાંગ ખેલાડી ભાઇઓ અને બહેનો તથા વાલી સહિતના ઉપસ્થિત કર્મચારી અને અધિકારીઓએ મતદાન કરવાના શપથ લીધા હતાં.