Gujarat

જામનગરમાં PM મોદીની સભાને લઇને જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ પત્ર જાહેર કર્યો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાએ રાજપૂત સમાજ પર કરેલા નિવેદનને લઇને સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ વિરોધ નોંધાવે છે.

ત્યારે આગામી બીજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં ચૂંટણી સભા યોજાવાની છે, એ પહેલાં જિલ્લા રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ કરતો પત્ર જાહેર કર્યો કરાયો છે.

અપીલ કરતા પત્રમાં જણાવાયું છે કે, જામનગર શહેર જિલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ, બહેનો, યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોનું નમ્ર નિવેદન છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભિતી છે.

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન આવું કાઈ કૃત્ય કરીને પણ કોઈ હિતશત્રુઓ બદનામ કરે તેવું દેખાય રહ્યું છે. આવું કંઈ ન બને અને આપણે તા.7 ના મતદાનને લક્ષમાં રાખીને શાંતિ જાળવવાની છે. કોઈએ કાયદો હાથમાં ન લેવો કે આંચારસહિંતાનો ભંગ ન કરવો તેવો સર્વેને ભારપૂર્વક નમ્ર અનુરોધ અને અપીલ છે.