ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાનશ્રી ગુજરાત આવવાના છે, ત્યારે ૧ મે ૨૦૨૪ ગુજરાત સ્થાપના દિવસે દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવારો માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રચાર કરશે. લીમખેડામાં પી. એમ મોદી જંગી જાહેર સભાને સંબોધશે.
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વાર વડાપ્રધાનશ્રી મોદી વતનમાં આવશે. ગુજરાતની ૨૬ માંથી ૨૬ બેઠકો કબજે કરવાનો ભાજપનો પ્રયત્ન છે.
પી. એમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે પ્રચાર અને સભા કરશે. પીએમ મોદી પંચમહાલ લોકસભના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનના આગમનને પગલે જિલ્લા ભાજપ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરૂ દેવાઈ છે. ૧લી મેએ ગુજરાત સ્થાપના દિવસ હોવાથી પીએમ મોદીની આ મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે.