Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સુલેખન સ્પર્ધા નું ઇનામ વિતરણ.

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો.બંકિમ શાહ અને ડાયરેક્ટર સતીશ પાટીલનું લક્ષ્ય સાથે બાળકોનો “સર્વાંગી વિકાસ”. અને એના સંદર્ભમાં સમય સમયે વિવિધ કૌશલ્ય વર્ધન અભ્યાનો સ્કૂલમાં ચલાવે છે. જેવા કે સંસ્કૃત શ્લોક ને મુખપાઠ કરવા, ગણિતના ઘડિયાઓને મોઢે કરવા, સારું વાંચન કરવું વગેરે.. એ સંદર્ભમાં સુલેખન કૌશલ્ય વર્ધન અભિયાનમાં સંસ્થા દ્વારા બાળકોને દરરોજે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં સાત લીટીઓનો ફકરો એક અઠવાડિયા સુધી લખાવવામાં આવ્યો અને એની સ્પર્ધા કરવામાં આવી. વિજેતા વિદ્યાર્થીઓને તોરણા હાઈસ્કૂલના આચાર્ય યોગેશભાઈ પટેલ દ્વારા સર્ટિફિકેટ અને ઇનામ આપવામાં આવ્યા. આ અભિયાન 1 થી 8 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માં સંપન્ન કરવામાં આવ્યું .જેમાં આશરે 70 જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ ઇનામ આપવામાં આવ્યા. ડાયરેક્ટર સતીશ પાટીલ સરે યોગેશભાઈ પટેલ નું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું .આચાર્ય ડો. રશ્મિન રાવલે યોગેશભાઈ નો પરિચય આપી સુલેખનની મહત્તા સમજાવી ,વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.નેહાબેને કાર્યક્રમનું સંચાલન કર્યું.

IMG-20240112-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *