Gujarat

સાપુતારાનો શૈક્ષણિક પ્રવાસ સુખરૂપ સંપન્ન.

સરદાર પટેલ વિદ્યામંદિર વીણામાં શૈક્ષણિક વર્ષ 2023 -24 માટે   સાપુતારા, તિથલ, ઝાડેશ્વર, નારેશ્વર,  કાયાવરોહણ, શુકલતીર્થ વગેરે સ્થળો માટેના શૈક્ષણિક પ્રવાસનું આયોજન તા – 4/5 જાન્યુઆરી 2024 દરમિયાન કરવામાં આવ્યું હતું.  જેમાં શાળાના કુલ 52 વિદ્યાર્થી  ભાઈ -બહેનો અને ચાર શિક્ષક ભાઈ બહેનો સામેલ થયા હતા. વીણા થી પ્રવાસનો પ્રારંભ કરીને ઉપરોક્ત બધા જ સ્થળોએ ફરીને પરત વીણા આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ સાપુતારાના કુદરતી અને નયનરમ્ય વાતાવરણ જોઈ ઉલ્લાસિત થઈ ગયા હતા અને કુદરતી વાતાવરણનો આસ્વાદ માણ્યો હતો. રાત્રી રોકાણ તિથલ મુકામે કર્યુ હતું જ્યાં કુદરતના ખોળે દરિયાઈ મોજા અને  સૂર્યાસ્તનો લ્હાવો  લીધો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓએ બે દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં પસાર કર્યા હતા. સમગ્ર પ્રવાસનું આયોજન પ્રવાસ સમિતિ  કન્વીનર નિમિષાબેન ગઢવીએ  મીનાબેન પટેલ, સી. એસ. રાવ અને  જે. આર. બારોટના સહયોગથી  પરિપૂર્ણ કર્યું હતું.

IMG-20240112-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *