Gujarat

ઓરિએન્ટ ગ્રીન પાવર કંપની લિમિટેડ રિન્યુએબલ એનર્જી કંપનીના શેર સતત કરાવે છે નફો

રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપનીના શેર ફોકસમાં છે. આ કંપનીનો શેર આજે એટલે ૫ ઓગસ્ટના રોજ ૫% ઘટ્યો હતો અને સોમવારે ૨૦.૮૧ રૂપિયના ઇન્ટ્રાડે લોએ બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ગ્રીન પાવર કંપની લિમિટેડ રિન્યુએબલ એનર્જીની સ્વતંત્ર ઉત્પાદક છે. કંપની વિન્ડ એનર્જી પ્લાન્ટના વિવિધ પોર્ટફોલિયોના વિકાસ, માલિકી અને સંચાલનમાં સક્રિય છે કંપની પાસે હાલમાં ૪૨૧ મેગાવોટ ક્ષમતા (વિદેશી ક્ષમતા સહિત) છે.

જૂન ૨૦૨૪ સુધીમાં, ભારતીય જીવન વીમા નિગમ (ન્ૈંઝ્ર) કંપનીમાં ૧.૫૭ ટકા હિસ્સો ધરાવે છે એટલે કે ૧,૫૩,૫૯,૩૦૬ શેર ધરાવે છે. શેરે પ્રતિ શેર રૂ. ૧૨.૦૬ના ૫૨ સપ્તાહના નીચલા સ્તરેથી ૮૧.૬ ટકા વળતર આપ્યું હતું અને ૩ વર્ષમાં ૫૯૦ ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું હતું.
તાજેતરમાં કંપનીના બોર્ડે તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને ૧ ય્ઉ (૧૦૦૦ સ્ઉ) દ્વારા વિસ્તૃત કરવાની યોજનાને મંજૂરી આપી હતી.

ઓરિએન્ટ ગ્રીન પાવર રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તેની વૃદ્ધિને વેગ આપી રહી છે. કંપની પવન અને સૌર પ્રોજેક્ટ્‌સના વૈવિધ્યસભર પોર્ટફોલિયોના નિર્માણ માટે તેની નવી પેટાકંપની ડેલ્ટા રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. ઓરિએન્ટ ગ્રીન પાવર કંપનીએ જાહેરાત કરી છે કે તેની રાઇટ્‌સ ઇશ્યુ કમિટી ઇશ્યૂ કરવામાં આવનાર શેરની શરતો પર વિચારણા કરવા માટે ૦૬ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બોલાવશે, જેમાં જાહેર કરનાર શેરની સંખ્યા, ઇશ્યૂ મૂલ્ય, પાત્રતા ગુણોત્તર, રેકોર્ડ તારીખ સહિતનો સમાવેશે કરવામાં આવશે. તેણે આ રાઇટ્‌સ ઇશ્યૂ માટે ફંડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ૨૨૫ કરોડ રૂપિયાથી વધારીને મહત્તમ ૩૦૦ કરોડ કરવાની યોજના પણ જાહેર કરી છે.