Gujarat

વિસાવદરમાં બીએપીએસ મંદિરે શ્રાવણી કિર્તન આરાધના યોજાયેલ

વિસાવદરમાં બીએપીએસ મંદિરે શ્રાવણી કિર્તન આરાધના યોજાયેલ

વિસાવદર શહેરના ડોબરીયા પ્લોટ વિસ્તારમાં આવેલ બી.એ.પી.સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો દ્વારા આયોજીત પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓ સમક્ષ બાળકો તથા યુવાનોએ કિર્તનના માધ્યમથી સત્સંગ સભાનું આયોજન કરેલ.
કિર્તન આરાધના સત્સંગમાં ઉપસ્થિત હરિભક્તો કે.ડી.જોશી, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, રમેશભાઈ ચુડાસમા તેમજ શહેરના વ્હાલા હરિભક્ત ભાઈ બહેનો તથા બાલદેવો ઉપસ્થિત રહેલ.
કિર્તન આરાધના બાદ સામૂહિક સ્વામિનારાયણ ભગવાનની આરતીનો લાભ લીધેલ. કેતન સંધ્યા માંસ્થાના ભાગરૂપે હરિભક્તો અમૃતલાલભાઈ જોશી, ભરતભાઈ હિરપરા, મનોજભાઈ લાલકીયા એ સારી એવી જહેમત ઉઠાવેલ. અંતમાં અલ્પાહાર લઈ હૃદયના ભાવ સાથે, જય સ્વામિનારાયણના ઉચ્ચારણ સાથે સૌ પ્રસ્થાન થયા.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240901-WA0013.jpg