મુકેશ જીંજાળા સુરત દ્વારા
રાજ્યકક્ષાના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સુરતની વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યશ્રી ગીતાબેન બડઘાનુ સન્માન.. અથવા
પ્રજાસત્તાક દિન નિમિત્તે રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિશ્વભારતીની કૃતિ પ્રથમ ક્રમે વિજેતા ગતરોજ એસઆરપી ગ્રાઉન્ડ વાવ, કામરેજ ખાતે સુરત જિલ્લાના 75 માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .ધ્વજારોહક તરીકે રાજ્યકક્ષાના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી – રમતગમત, યુવા સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય મંત્રી) ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સુરતની વિવિધ શાળાઓ તેમજ સંસ્થાઓમાંથી કુલ સાત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી .જે પૈકી વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની “ચીરમી- રાજસ્થાની લોકનૃત્ય ” પ્રથમ ક્રમાંકે વિજેતા થઈ હતી. આ શ્રેષ્ઠ કૃતિના પ્રદર્શન બદલ માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિશ્વભારતીના આચાર્ય શ્રીમતી ગીતાબેન બડઘા તેમજ વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વતંત્રદિનની આ ભવ્યઉજવણી પ્રસંગે પ્રભુભાઈ વસાવા લોકસભાના સાંસદ સભ્ય ,સુરત જિલ્લા કલેકટર શ્રીમાન આયુષ ઓક સર, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબ, સુરત જિલ્લાના યુવા વિકાસ અધિકારી શ્રી રાધિકાબેન લાઠીયા ,શિક્ષક નિરીક્ષક શ્રી તેજલબેન રાવ, કામરેજ તાલુકાના મામલતદાર શ્રી રશ્મિનભાઈ ઠાકોર સર, નાયબ મામલતદાર શ્રી દિનેશભાઈ ચાવડાસર સહિત વિવિધ વિભાગના વડા અધિકારીઓ ,વિવિધ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાવિશ્વભારતીના પ્રમુખશ્રી કિશોરભાઈ સાવજ તેમજ સંચાલક શ્રી અરવિંદભાઈ ભાલાળાએ શાળાને મળેલ આ શ્રેષ્ઠ વિજય બદલ શાળાના આચાર્યશ્રી ગીતાબેન બડઘા તેમજ ડાન્સ ટીચર ઝંખનાબેન પરમાર ,પૂનમબેન મિસ્ત્રી પ્રજ્ઞાબેન પટેલ સહિત તમામ સહાયક શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી..

