Gujarat

સુરતના પૂણાગામ વિસ્તારની જ્ઞાનગંગા ગ્લોબલ સ્કૂલદ્વારા 75 માં પ્રજાસતાક પર્વની ઉજવણી અને ધ્વજવંદન કરવામાં આવ્યું

મુકેશ જીંજાળા સુરત દ્વારા

*સુરતના પૂણાગામ વિસ્તારની જ્ઞાનગંગા ગ્લોબલ સ્કૂલદ્વારા 75 માં પ્રજાસતાક પર્વની ઉજવણી અને ધ્વજવંદન કરવામાં આવ્યું*.

ગતરોજ 26 મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસઆ દિવસે સમગ્ર ભારતમાં હર્ષ ભેર ભારતના બંધારણ અને ક્રાંતિવીર ને યાદ કરીને દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા એવા હર્ષ સાથે પ્રજાસતાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થતી હોઈ છે સુરત ખાતે પુણાગામમાં આવેલી જ્ઞાનગંગા ગ્લોબલ શાળા દ્વારા બાળકોમાં દેશ પ્રત્યે , શહીદો પ્રત્યે અને ભારતની આઝાદી અને બંધારણ ની યાદ કાયમ રહે તેવા સહેતુક 75 માં પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે સવારે વિવિધ સંદેશ જેવા કે સ્વચ્છતા, પ્રદૂષણ, દેશ પ્રેમના પોસ્ટર સાથે પ્રભાત ફેરી કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારબાદ શાળાના આંગણામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકોની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. ધ્વજવંદન ની સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત અને આઝાદી તેમજ પ્રજાસતાક પર્વને અનુલક્ષીને સ્પીચ રજૂ કરવામાં આવ્યા. આ તકે સમગ્ર શાળા પરિવાર સાથે શાળાના ટ્રસ્ટી સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા.

IMG-20240127-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *