Gujarat

અમદાવાદના સરસપુરમાં એસએમસી દ્વારા જુગાર રમતા ૨૧ શખ્સો ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ની અમદાવાદમાં ફરી એક વાર મોટી કાર્યવાહી, સરસપુરમાં શારદાબેન હોસ્પિટલની પાછળ અને ચામુડા સ્મશાનગૃહની સામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મલય બાદ પોલીસે અહીં દરોડો પાડીને જુગાર રમતા ૨૧ શખ્સોને ઝડપી લીધા હતા સાથેજ તેમની પાસેતી રોકડ રકમ અને વાહનો મળીને ૩.૭૦ લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે જુગાર રમતા મુખ્ય આરોપી જફારખાન અનવરખાન પઠાણ સહિત ૨૧ આરોપીઓને સરસપુરમાંઠી ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.૭૨,૫૬૦ રોકડા, ૧૩ મોબાઈલ, પાંચ વાહનો, ગંજીપાના વગેરે મળીને રૂ.૩,૭૦,૨૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓને વધુ તપાસ માટે શહેરકોટડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.