Gujarat

જામનગરના ખીજડા મંદિર પાસે આવેલી 18 ફૂટ ઊંચી અને 30 ફૂટ લાંબી જર્જરિત દીવાલને જમીન દોસ્ત કરાઇ

જામનગર શહેરમાં આગામી ચોમાસાની સીઝનને લઇ ને ભયજનક ઈમારતો દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની છે અને ખીજડા મંદિર વિસ્તારમાં આવેલી એક મોટી જર્જરીત બની ગયેલી દીવાલને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના એસ્ટ અધિકારી નીતિન દીક્ષિત, સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજ ઝાલા, અનવર ગજણ સહિતના અધિકારીઓની ટીમ 14 જેટલા અન્ય સ્ટક ની ટીમ સાથે ખીજડા મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતા, અને 18 ફૂટ હાઈટ વાળી અને 30 ફૂટ લંબાઈની અતિ જર્જરીત દીવાલ કે જેમાંથી બેલા ઉખડીને વારંવાર પડી રહ્યા હતા, જેદીવાલને આજેજમીન દોસ્ત કરી દેવામાં આવી છે.

ઉપરોકત વિસ્તારમાં રહેણાંક મકાનો તેમજ દુધનો આવેલી છે,અને સતત લોકોની અવરજવર વાળા આ વિસ્તારમાં આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.ઉપરોક્ત વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના પોલ અને વાયર વગેરે પણ આવેલા હોવાથી લાઈટ શાખાની ટીમને પણ સાથે રાખીને વાયરો વગેરે દુર કરવાની જરૂરી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.