જામનગર શહેરના મધ્યમાં આવેલી ગ્રેઈન માર્કેટ સ્થિત પેઢીમાં સવારના ભાગે આગ લાગતા ફાયરબ્રિગેડે દોડી જઈ આગને કાબૂમાં કરી હતી પરંતુ ત્યાં સુધી ઓફિસનો તમામ માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો.
જામનગરમાં બુધવારે સવારે ત્રણ દરવાજા પાસે ગેઇન માર્કેટમા આવેલ વિઠલદાસ ધનજીભાઈ બારદાનવાળા કોમલેક્સમાં આવેલ ઓફિસમાં આગ લાગી હતી.જે આગના ધુમાડાના ગોટે ગોટાથી લોકોના ટોળા એકત્ર થયા હતા.
આગના બનાવ અંગે ફાયરવિભાગને જાણ કરાતા ફાયરબ્રિગ્રેડની ટીમ તુરત દોડી આવી હતી અને ઓફિસમાં લાગેલ ઉપર કાબુ મેળવ્યો હતો.. જો કે ત્યાં સુધીમાં તો ઓફિસમાં રહેલા કોમ્યુટર સેટ, એ.સી, કબાટ,ખુરશીઓ સહિતના ફર્નિચર સહિતનો માલસામાન આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો.

