Gujarat

સિદ્ઘપુર તાલુકાના લૂખાસણ ગામની ઘટના,પુત્રની દવા માટે પિતા હત્યારો બન્યો:

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

સિદ્ઘપુર તાલુકાના લૂખાસણ ગામની ઘટના,પુત્રની દવા માટે પિતા હત્યારો બન્યો:

*રૂ. 1500ની લૂંટ બાદ મહિલાની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દીધી, 40 દિવસે હત્યારો ઘરે આવતા ભાંડો ફૂટ્યો*

*21 જૂલાઈએ મહિલાની લટકતી લાશ મળી હતી,પોલીસે 800 લોકોની પૂછપરછ કરી પણ…કલ્પેશ 40 દિવસે ઘરે આવ્યો ને પોલીસને શંકા ગઇ..*

પાટણ જિલ્લાના સિદ્ઘપુર તાલુકાના લૂખાસણ ગામ ખાતે ગત 21 જૂલાઇએ મળેલી મહિલાની લાશ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગામના જ આરોપીએ પુત્રની દવા કરાવવા માટે મહિલાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. અને મહિલા આરોપીને ઓળખી જતાં બદનામીના બીકે આરોપીએ મહિલાની હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવીને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.અને ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, હવે 40 દિવસે આરોપીએ ઘરે આવતાં સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

મળતી માહિતી પ્રમાણે ઘટના વિગતે જોઈએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લૂખાસણ ગામે ગત 21 જૂલાઈના રોજ મંદિર પાસે શ્રીફળનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાની શંકાસ્પદ હાલતમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. અને આ ઘટનાને લઇને પોલીસે આ અંગે પહેલાં અકસ્માતે મોત અને બાદમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેમજ પાટણ એસપી, એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી. પોલીસે આરોપીને પકડવા તપાસ દરમિયાન સી.સી.ટી.વી. ફુટેજ, ડોગ સ્કવોડ, એફએસએલ, અદ્યતન ટેકનિકલ સિસ્ટમ સહિત અમદાવાદ પોલીસ ટીમની મદદ લેવામાં આવી હતી. તેમજ મંદિરનાં આઠ કેમેરાનાં તમામ ફૂટેજનું બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સથી લુખાસણ, નાદોત્રા, નાગવાસણ, સંદેસરી તથા મેણોજ ગામમાં રહેતા લોકો, ખેત મજૂરો, મજૂરી અર્થે આવેલા લોકો તથા અન્ય જિલ્લા અને રાજ્યના અંદાજીત 800 જેટલા લોકોની પુછપરછ તથા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ તમામ તપાસ કરવા છતાં પોલીસને મહિલાની હત્યા અંગે આરોપીની કોઇ ભાળ મળી નહોતી.

આ દરમિયાન શુક્રવારે એટલે ગામનો જ કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકિ 40 દિવસ બાદ ઘરે આવ્યો હતો. જેથી પોલીસને આ કલ્પેશ પર શંકા જતાં તેની અટકાયત કરીને પુછપરછ કરી હતી. પોલીસની પુછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને પોલીસ આગળ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, પોતાનો પુત્ર સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ હોવાથી પોતાને પૈસાની ખુબજ જરૂર હતી. તેને કોઇ પૈસા આપતું ન હોવાથી તેણે ગામના મંદિર પાસે શ્રીફળનું વેચાણ કરતી મહિલા કેશરબેન રાવળને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપી કલ્પેશે પોલીસ આગળ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, કેસરબેને લૂંટવાના પ્લાન મુજબ પોતે એ દિવસે છુપાઇને અચાનક કેશરબહેનની પાછળથી હુમલો કર્યો હતો. આ દરમિયાન કેસરબહેને બુમાબુમ કરતાં ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપીમાં કેશરબહેને પોતાને ઓળખી લીધો હતો અને કહેલું કે, ‘તે પૈસાની ચોરી માટે મારી ઉપર હુમલો કર્યો છે. આ વાત હું આવતીકાલે ગામમાં જાહેર કરી ગામ ભેગુ કરી તને ગામ બહાર મુકાવી ગામ લોકો મારફતે દંડ કરાવીશ.’ જેથી પોતાની ઓળખ પ્રસ્થાપિત થતાં પોતે કેશરબહેનને મંદીરેથી ખેંચીને બાવળોની ઝાડીમાં લઇ જઇ સાડીના છેડાથી ટુંપો આપી હત્યા કરી રૂ.1500 લૂંટ કરી હતી. હત્યાબાદ કેશરબહેનની સાડીથી એક છેડો ગળામાં તેમજ બીજો છેડો બાવળની ઝાડના ઉપર ડાળીએ બાંધી દઈ હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશીશ કરી આરપી ફરાર થઇ ગયો હતો.

ડીવાયએસપી કે. કે. પંડયાનાં જણાવ્યા મુજબ આરોપી ગામમાં આવતાં અમે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેને હત્યા કરી હોવનું કબુલ્યું હતું. આરોપી હનુમાન મંદિરના તમામ વિસ્તારથી પરિચિત હતો, એટલે તે અંદાજીત 400 મીટર દૂર કેશરબહેનની લાશ ઢસડીને લઇ જઇ ઝાડ સાથે લટકાવી દીધી હતી. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવી તેની પુછપરછ કરી તેના વિરુધ્ધ પુરાવા મેળવવાની તજવીજ ચાલુ છે. એની સાથે કોઈ અન્ય કોઈ મદદગીરીમાં હતું નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. આ અંગે મૃતક મહિલા કેશરબેન રાવળના પુત્ર આશિષ રાવળે જણાવ્યું હતું કે, પોલીસે જે આરોપીને પકડ્યો છે તેનાથી અમને સંતોષ નથી. આ આરોપી સાથે બીજા આરોપી પણ સંડોવાયેલા હોવા જોઈએ. મારી મમ્મી એક વ્યક્તિને ગાંઠે નહીં, આની સાથે બીજા આરોપી જે સાથે હોય એમને ઝડપી આરોપીઓને ફાંસીની સજા થાય એવી પરિવારે માંગ કરી છે.

IMG-20240901-WA0048-2.jpg IMG-20240901-WA0046-0.jpg IMG-20240901-WA0047-1.jpg