ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી કૃષિ અને કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશમાં સ્થાપિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિકાસ માટે કાર્યરત છે ત્યારે આંતર રાષ્ટ્રીય મીલેટસ્ વર્ષની ઉજવણી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતીઅને નાબાર્ડ ના સયુંકત ઉપક્રમે કચ્છી કડવા પટેલ સમાજ ની વાડી છોટા ઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી અંતર્ગત ખેડૂત સેમિનાર અને વાનગી હરીફાઈ નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી મિલેટ્સ ધાન્ય પાકો ની ખેતી અને તેનાથી જળવાતી તંદુરસ્તી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

