બિપીન પાંધી
સાવરકુંડલા. તા.
આજરોજ સાવરકુંડલા મુકામે સમસ્ત આંબરડી ગામના જ્ઞાતિબંધુઓ આજુબાજુના ગામના નાગરિકો તેમજ આંબરડી ગામના સભાયા પરિવાર દ્વારા આંબરડી ગામ મુકામે આવેલ સભાયા પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માનુ વર્ષો જૂનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે અને ત્યાં આખા આંબરડી ગામના તમામ સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે

એવું આસ્થાના પ્રતીક સમા મંદિરનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ મંદિર તોડી પાડવાના અનેકો અનેક પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ગ્રામજનોની માંગણી એવી છે કે અમરેલી કલેક્ટરશ્રી મારફત રાજ્ય સરકારશ્રીને શ્રી આશાપુરામાં સભાયા પરિવાર સેવા ટ્રસ્ટ બનાવી સાર્વજનિક ઉપયોગ હેતુ આ જગ્યાની માંગણીની અપીલ કરેલી છે તો જ્યાં સુધી આ કરેલ માંગણીનો સાચો નિર્ણય ન આવે ત્યાં સુધી ડિમોલેશન અટકાવી અને સરકારશ્રીની પ્રતિષ્ઠાને કોઈ હાની ન પહોંચે અને ગામમાં શાંતિનું વાતાવરણ ન ડહોળાય એ હેતુથી સાવરકુંડલા તાલુકાના નાયબ કલેક્ટરશ્રી અને સાવરકુંડલા મામલતદાર સાહેબ શ્રી મારફત ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રીને મોકલવા લાગણી સાથે વિનંતી કરી પ્રાર્થના કરવામાં આવી
એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું