ધોલેરા પોલીસે ઝાંખી ગામમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹10,080 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ હરપાલસિંહ, મહિપતસિંહ અને ધર્મેન્દ્રસિંહ બળદેવસિંહને બાતમી મળી હતી કે ઝાંખી ગામે મહાકાળી માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડાનું આયોજન કર્યું હતું.
દરોડા દરમિયાન પોલીસે અજમલભાઈ નાગજીભાઈ ચુડાસમા, અમૃતભાઈ ભાવસંગભાઈ ચુડાસમા, દિનેશભાઈ ચંદુભાઈ ચુડાસમા, ધરમશીભાઈ જીવરાજભાઈ ચુડાસમા, વાલજીભાઈ જીવરાજભાઈ ચુડાસમા અને પ્રતાપભાઈ બાબુભાઈ બારૈયાને (તમામ રહેવાસી ઝાંખી, તા. ધોલેરા, જિ. અમદાવાદ) જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ₹10,080 રોકડા અને 52 ગંજીપાનાના પત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

